1 પછી યહોવાહ મને પ્રમુખ યાજક યહોશુઆને યહોવાહના દૂત આગળ ઊભો રહેલો અને તેના જમણે હાથે તેના ઉપર આરોપ મૂકવા માટે શેતાનને[a] ઊભો રહેલો દેખાડ્યો. 2 યહોવાહના દૂતે શેતાનને કહ્યું, “યહોવાહ તને ઠપકો આપો, ઓ શેતાન; યરુશાલેમને પસંદ કરનાર યહોવાહ તને ધમકાવો. શું તું અગ્નિમાંથી ઉપાડી લીધેલા ખોયણા જેવો નથી?” 3 યહોશુઆ મલિન વસ્ત્રો પહેરીને દૂત પાસે ઊભેલો હતો.
4 દૂતે પોતાની આગળ ઊભેલા માણસો સાથે વાત કરીને કહ્યું, “તેના અંગ પરથી મલિન વસ્ત્રો ઉતારી નાખો.” પછી તેણે યહોશુઆને કહ્યું, “જો, મેં તારા અન્યાયને તારાથી દૂર કર્યા છે અને હું તને સુંદર વસ્ત્રો પહેરાવીશ.” 5 દૂતે તેઓને કહ્યું, “તેને માથે સુંદર પાઘડી પહેરાવો.” તેથી તેઓએ યહોશુઆના માથે સુંદર પાઘડી અને તેને અંગે સ્વચ્છ વસ્ત્રો પહેરાવ્યાં, અને તે સમયે યહોવાહનો દૂત તેની પાસે ઊભો હતો.
6 ત્યારબાદ યહોવાહના દૂતે યહોશુઆને પ્રતિજ્ઞા પૂર્વક આપીને કહ્યું કે, 7 સૈન્યોના યહોવાહ એવું કહે છે:
10 સૈન્યોના યહોવાહ કહે છે, તે દિવસે’ તમે દરેક માણસ પોતાના પડોશીને દ્રાક્ષાવેલા નીચે અને અંજીરના ઝાડ નીચે આરામ માટે બોલાવશો.’ ”
<- ઝખાર્યા 2ઝખાર્યા 4 ->-
a 3:1 દુશ્મન